The First Time I realized I Was Black – Van Jones

pic12

CNN contributor and commentator Van Jones related an experience from his freshman year of high school when his class took a field trip to the state capitol in Nashville, Tennessee.

“We were sitting in this hotel room waiting for the buses to come and get us,” Jones recounted, “and I was drinking a Coke. Everybody was drinking soda, everybody was laughing.”

Jones said he put his can down and went outside for something and when he came back in, a white girl sitting next to him accidentally reached for his Coke can. A white boy stopped her and told her not to drink from it.

On the bus home, Jones said, after he’d finished his Coke, “the young white girl started crying and I asked her what was wrong and she said, ‘They told me later that everybody in the room spat in your Coke while you were outside.’”

“I think the hard part about that was that I had no clue that whole trip that anybody had anything negative to say or any bad thoughts about me,” Jones said. “I thought these were my friends.”

After the clip ended, Jones told anchor Brooke Baldwin, once you’ve experienced that sort of racialized bullying, even when it’s not consciously in the front of your mind, “It just gives you a certain suspicion or concern.”

People say, “Oh, I don’t see color,” he said, “but you’ve had these experiences and you just don’t know.”

Van Jones

There comes a time when
silence is betrayal

Martin Luther King Jr.

ફેબ્રુઆરી મહિનાને નોર્થ અમેરિકામાં બ્લેક હિસ્ટરી મન્થ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ થયાને લગભગ ડોઢસો વર્ષ પૂરા થયાં તો પણ ઘણી જગ્યાએ ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે. રંગભેદ અને રંગદ્વેષ અમેરિકામાં જ નહીં પણ દુનિયાના મોટા ભાગના દેશોમાં ઠેર ઠેર જોવા મળે છે. ઉપર જણાવેલ પ્રસંગ જેવો તો નહીં પણ એનાથી થોડો જુદો બનાવ મેં જાતે જોયો છે.

૧૯૭૨ના ઑગસ્ટ મહિનાની આ વાત છે. એ સમયે હું યુનિવર્સિટી ઑફ ટેનેસી – નોક્સવિલ, જિઑલૉજી ડિપાર્ટમન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ સ્ટ્યૂડન્ટ હતો. હું અને મારો પાર્ટ્નર સ્ટીવ મીનકીન, નોર્થ કેરોલાયના – હોટ સ્પ્રિંગ નજીક જિઑલૉજીકલ ફીલ્ડ વર્ક કરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દેશની જેમ અહીં પણ કાળઝાળ લૂ વરસી રહી હતી. પવનની લહેરખીનું નામ નહીં. પરસેવે રેબઝેબ અમે બન્ને લંચ લેવા કોઈ ઠંડકવાળી રેસ્ટરૉન્ટ શોધવા લાગ્યા પણ આ ખડકાળ એપેલેશીયન માઉન્ટનમાં એ મળવી મુશ્કેલ હતી. છેવટે એક જગ્યાએ નાની સરખી સૅન્ડવિચ શૉપ મળી ગઈ. કાર પાર્ક કરી અમે અંદર ગયા.

અંદર સાત આંઠ વાઇટ મેન બેઠા હતા. મારો મિત્ર સ્ટીવ પણ વાઇટ મેન હતો. અંદર આવતાની સાથે બધા જ અમને ધારી ધારીને જોતા હોય એવું લાગ્યુ, જાણે ઝૂ માંનું કોઈ પ્રાણી! આવી નાની જગ્યાએ એરકન્ડીશન તો ક્યાંથી હોય પણ સીલિંગ ફેન હતા. સીલિંગ ફેનની નીચેના બે ટેબલ ઉપર તો પેલા બધા બેઠા હતા એટલે દૂર એક ફેનની નીચેના ટેબલ ઉપર બારી પાસે અમે બન્ને ગોઠવાયા. સૅન્ડવિચ ઑર્ડર કરી અમે વાતે વળગ્યા.

એટલામાં એક બ્લેક મેન એની જૂની પુરાણી ખખડી ગયેલી ટ્રક પાર્ક કરીને અંદર આવ્યો. આજુબાજુ જોયા વગર સીધો કાઉન્ટર ઉપર ગયો, સૅન્ડવિચ ઑર્ડર કરી અને બહાર જઈ એની ટ્રક પાસે ઊભો રહ્યો. પાંચેક મિનિટ બાદ અંદર આવી, એની સૅન્ડવિચ અને સોડા લઈ એ બહાર આવ્યો. ટ્રકના બન્ને ડૉઅર્સ ઓપન કર્યા અને પછી એમાં બેસીને એ સૅન્ડવિચ ખાવા લાગ્યો.

મારો મિત્ર સ્ટીવ ધીરેથી મને કહે: “તેં જોયું! પેલો બ્લેક મેન આટલી ગરમીમાં પણ ટ્રકમાં બેસીને ખાય છે.”
મેં કહ્યું: “એમાં શું, એને પોતાની ટ્રક્માં બેસીને ખાવાનું મન થયું હશે.”
સ્ટીવ કહે: “જરા વિચાર, તારી પાસે જો ચૉઇસ હોય તો તું આટલી ગરમીમાં એ ટ્રકમાં બેસીને ખાય?”
મેં કહ્યું: “ના, હું અહીં ઠંડકમાં બેસીને ખાઉ.” તુરત જવાબ તો આપી દીધો પણ સહેજ વિચારતા હું થોડો ઝંખવાણો.
સ્ટીવ કહે: “એ અહીં અંદર બેસીને ખાવાની હિમ્મત નથી કરતો, એ ડરે છે.”
મેં કહ્યું: “પણ એ અંદર આવીને બેસે તો શું થાય?”
સ્ટીવ કહે: “એ એવું જોખમ કદી ના ઉઠાવે”.

ત્યાર બાદ સ્ટીવ પાસેથી રંગદ્વેષની ઘણી બધી વાતો જાણવા મળી.  હું વિચારવા લાગ્યો. સાચી વાત છે. અમુક બ્લેક લોકોના મનમાં એક જડબેસલાક, ન ભુસાય એવી ધાક ઘૂસી ગઈ છે.  સૈકાઓની ગુલામીનું આ પરિણામ હશે. હવે મને લાગ્યુ કે પેલા લોકો અમને નહીં પણ કદાચ મને ધારી ધારીને અજુગતી નજરે જોતા હતા! કોને ખબર? કાંઈ કહી ના શકાય.

આપણા દેશમાં પણ જ્ઞાતિ, વર્ણ અને વર્ગ વ્યવસ્થાની કુપ્રથા ડરને કારણે હજી ય જોવા મળે છે.  માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આધિપત્ય જમાવવામાં માટે અજ્ઞાત ભય અને અંકુશ હંમેશા સર્વોપરિ રહ્યા છે.

કિશોર પટેલ

જ્યાં અને ત્યાં આરસી સામે ધરે
એક માણસ કેટલી ફેરા મરે?

ચિનુ મોદી ‘ઈર્શાદ’

 

Posted in અનુભ​વો ગુજરાતીમાં, Experiences in English, Uncategorized | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

I’M INDIAN, I’M DARK, AND I DON’T CARE – Aswathi Thomas

picture1-b

I love being an Indian, truly I do. With the country’s powerful history, one of a kind culture, and to-die-for food, how could one simply not?

But behind India’s beautiful face, there is a growing disease that our society continually fails to recognize – colorism.

Colorism is a term coined by author Alice Walker, and is defined as a discrimination against individuals with a dark skin tone among people of the same racial and/or ethnic group. Also known as, internalized racism.

Growing up, I’ve always had dark skin. I, personally, didn’t see anything wrong with it and heck to be honest if you ask anyone I knew back then it was no secret (with my plaid cargo shorts, above ear length hair, and buckteeth) that I gave absolutely ZERO flips about how I looked. And to be quite honest, why should I have? I had great friends, saw the glass half full, and went to bed at 9:30 every night, there was nothing in life that could stop me!

LOL and then middle school happened.

As I got older I really began to start noticing the things people said about my dark complexion. I remember times when the lights would be turned off in a room and people would say “where’s Aswathi?” or “Aswathi, smile so we can see you!” Or the times relatives that I hadn’t seen in years would greet me with “Oh my goodness, you’ve gotten so dark!” and then suggesting skin bleaching products or face masks for me to use. Yeah you read that right, skin bleaching- it’s actually a thing.

I distinctly remember one specific summer night when, after a church basketball practice, some of us girls had gone out to eat. While enjoying our snow cones, a few girls began looking at their arms and began to complain about how their skin had gotten darker over the summer. I can clearly recall one girl saying to another, “Just be thankful you don’t look like Aswathi” followed by another girl saying “Yeah no offense but I’m so happy I don’t look like you.” Everyone laughed, but my blood boiled and my eyes burned, never have I had to bite my tongue so hard. I couldn’t believe that someone had actually told me they were HAPPY because they didn’t look like me. Those eight words have, to this day, hurt me in unexplainable ways.

That night when I got home, I ran upstairs, closed my door, sat on the ground, and cried. I cried like I had never cried before. Hours and hours had passed and there were still tears running down my face. I didn’t want to live. The words and comments those girls had said to me, made me hurt in ways I never knew I could hurt before. The things those girls said to me changed the way I saw myself forever.

None of it was truly mean-spirited, the girls at my church are very kind people. But as Indians, ever since we were young we are embedded with this false idea and mentality that “to be fair is to be pretty and to be dark is not.” Indian media only further adds onto this fallacy by whitewashing (literally) celebrities and actors, along with advertisements that promote the usage of skin lightening creams and products.

But as a young girl these comments had really brought me down. All those stupid things people had said hurt me and the adverse effects they had on me while I grew up made me see the world, and myself, in a twisted way that I would never wish for someone else.

I spent far too many summers inside and out of the sunlight. There were summers where I didn’t go swimming at all. I constantly tried out many face masks and skin bleaching products. I thought something was wrong with me. I edited pictures of myself to make me look lighter, just so I could be pretty. I hated taking pictures at night and avoided wearing bright colors at all costs. There was time when it got so bad, that I hated even looking in the mirror or would start crying while getting ready for school. I would even try to physically scratch the dark from my face. Yeah, it was pretty bad.

But then sophomore year came and I joined Debate and wrote a speech (with the help of an awesome coach) about colorism and what I went through, and it made me realize a lot of things. It made me realize that I didn’t need to bleach my skin or hide from the sun anymore. It made me realize that I could wear my favorite color, yellow, and still feel awesome. It made me realize, that after years of hating myself, I truly was beautiful just the way God had made me.

That silly speech I had written made me change my outlook on so much. I joined groups with people who went through similar experiences as me, and shared insightful conversation with people all over the world. One guy even offered me a photo shoot! Through debate tournaments, I met other Indian girls who would hug me after rounds, because they knew exactly what I had gone through. (A little side note; but you can bet, me and that silly speech ended up qualifying for State and even Nationals)

My experiences have helped me grow as a person and taught me that the only thing I had to change about myself was nothing.

To anyone who has been shamed for having a dark complexion, what I have to say to you is this- there is nothing wrong with you. Don’t let others words make you ever think that there is. You don’t have to be fair to be pretty. You are absolutely beautiful just the way you are.

Not everyone can relate to my issues and concerns. Not everyone knows what it feels like to be hated on for having a complexion that’s dark. But we can all relate to being made fun of for who we are. As one beautiful African American proverb so eloquently says, “Beauty is as beauty does, a single monolithic standard of beauty is unattainable- it makes no sense. Nature, with its phenomenal diversity, provides a model of the range and variety that beauty may assume. Thus, a lily is no more beautiful than a rose; an oak tree no more beautiful than a palm tree; and an opal no more beautiful than a pearl. Each is beautiful in its own way and plays a special role in our world.”

We as a society have to stop putting people down for the things that make them unique. Whether it is the way their voice sounds, or the type of clothes they wear, or you guessed it, even how dark their skin is. We should learn to love people for all the things that make them who they are, rather than make them feel like they’re any less because of it.

My name is Aswathi Thomas and I can finally say that after 16 years, I love me for me; dark skin and all. My name is Aswathi Thomas I’m Indian, I’m dark and I absolutely do not care.

Aswathi Thomas
Houston, Texas USA

“Nothing in the world is more dangerous than sincere ignorance and conscientious stupidity.”
Martin Luther King, Jr.

 

Posted in Experiences in English | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

હૈયાંને, દેશ શું, વિદેશ શું? – દીપક ધોળકિયા

અહીં રજૂ કરેલ લેખ “વેબ ગુર્જરી” બ્લોગ ઉપર આ અગાઉ પ્રકાશિત થયેલ છે અને લેખકની સંમતિ લઈને મૂકવામાં આવ્યો છે.

statue-of-liberty

હૈયાંને, દેશ શું, વિદેશ શું?

આશરો માગતાં માણસની સ્નેહભરી માતા, “સ્વાધીનતાની દેવી [Statue of Liberty], ઘોષણા કરે છે: “સોંપી દો, મારા ખોળામાં તમારાં તપ્ત, ત્રસ્ત, ભૂખ્યાં તરસ્યાં, ખુલ્લી હવામાં શ્વાસ લેવા તરફડિયાં મારતાં જનોને…!”

યુરોપમાંથી અમેરિકામાં આવી વસેલા ઘણાખરા લોકો બહેતર જીવનની ઝંખના સાથે આવ્યા હતા. કોઈ રાજકીય દમનથી બચવા, તો કોઈ ધર્મને નામે થતા અત્યાચારોને કારણે આવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, અમેરિકામાં આવી વસેલા લોકોના અનુભવ અને અર્થ બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે.

બધા પ્રવાસીઓ એકસમાન નથી. એમની અનેક શ્રેણીઓ છે.  ‘ઇમિગ્રન્ટ [Immigrant]’ (સ્થળાંતરી) નો દરજ્જો  ‘એમિગ્રે [émigré]’ (રાજકીય સ્થળાંતરી) કરતાં નીચો છે, પરંતુ આશરા વિનાના વિદેશી કરતાં ઊંચો છે. ઇમિગ્રન્ટ સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને વસવા આવ્યો હોય છે,  જ્યારે એમિગ્રેને રાજકીય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડી હોય છે. શરણાર્થી પણ રાજકીય અથવા બીજા કોઈ જોખમની બીકમાં પોતાનો દેશ છોડીને ભાગ્યો હોય છે. એક્સ્પૅટ્રિયટ, એટલે કે દેશવટે આવેલાનો અલગ વર્ગ છે. એ વિદેશમાં વસે તો જરૂર છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સજાગ હોય છે.

મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ની રચના કરી તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે એક આંતરિક અને અકળ ખેંચાણ રહેતું અને હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો મનમાં વકરતો રહેતો.

આજે તો સ્કાઇપ, ફેસબુક, ટ્વિટર અને વેબકૅમનો જમાનો છે એટલે બીજા દેશમાં જઈને વસવાથી હિજરાવાની લાગણી પેદા થાય એમ નથી. હવે વતન માટેનો ઝુરાપો મોટા ભાગે હળવો થઈ ગયો છે, જૂના ઘરની યાદ તો હવે તોરણ બનીને નવા ઘરની બારસાખે ઝૂલતી હોય છે.

આ પ્રવાસીનું મન તો ઊડીને વતનમાં પહોંચી જતું હોય છે, પણ એ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. એ નવા દેશમાં કોઈ નવું સ્થાન જૂએ છે તો એને વતનના કોઈ સ્થાન સાથે જોડે છે. એ સતત નવા ઘરમાં પોતાનું જૂનું ઘર જોવા માગતો હોય છે. એની નિષ્ઠા, પ્રેમ, સંસ્કૃતિ – બધામાં  નવા અને જૂનાની ભેળસેળ થતી હોય છે. એ હંમેશાં ત્રિશંકુ બનીને જીવતો હોય છે. આપ્રવાસી બેવડું જીવન જીવે છે. ઘરની બહાર એ નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરે છે, તો  ઘરને એ જૂના ઘરની પ્રતિકૃતિ બનાવવા માગે છે, પણ મોટા ભાગે એને બન્નેમાં કામયાબી નથી મળતી.

એ મૂળથી ઊખડી ગયો છે અને નવી ભૂમિમાં ફરીથી મૂળિયાં નાખવા પ્રયત્ન કરે છે. નવી ભૂમિ સાથે એ જોડાવા તો માગે છે, પણ જૂની ભૂમિ સાથે પણ જોડાયેલો રહેવા માગે છે. એ સ્થિર થવા મથે છે અને સતત ડગમગ્યા કરે છે. એક જગ્યાએ અડગ ઊભો રહેવા માગે છે પણ સતત સરકતો રહે છે. એ ઠરીઠામ થવા માગે છે પણ ભળી કેમ જવું તે સમજી શકતો નથી. આ પ્રવાસી નિરંતર ક્યાંક જતો હોય છે અને ક્યાંય પણ પહોંચતો નથી. એ ‘નવા આકાશ’માં ઊડવા માટે મરણિયા પ્રયાસ કરે છે પરંતુ  મન ‘જૂના પિંજરા’નો મોહ છોડી શકતું નથી.

એ હંમેશાં અંતર્મુખી બનીને પાછળ જે છૂટી ગયું છે તેના તરફ મીટ માંડે છે. એની સ્મૃતિમાં સચવાયેલી અને થીજી ગયેલી જૂની દુનિયાના સમય, સંસ્કૃતિ અને મૂલ્યોમાં જીવતો હોવાની એ કલ્પના કરે છે. એને કદાચ ખબર પણ નથી હોતી કે એની જૂની દુનિયા પણ ધીમે ધીમે બદલાતી રહી છે. એ તો પોતે છોડેલી દુનિયામાં જ જીવે છે અને એને જ, અથવા એના ખ્યાલને વળગી રહે છે.

બે ઘોડે બેસવાની ખાએશ એના મનને કોરી ખાય છે.  જૂની ઓળખના અંશોને એ જકડી રાખવા મથે છે, અને નવી ઓળખને આંબવા માટે કૂદકા મારે છે, પણ આ જહેમતમાં એને જે જોઈએ તે નથી મળતું. આ દરમિયાન એ પોતાના મુલકમાં પણ અજાણ્યો બની ગયો હોય છે. એ ઘણા ચહેરાને પોતાના ગણાવે છે, પણ એકેય ચહેરો એને પોતાનો નથી ગણતો!

એ બહુ મહેનત કરીને પોતાની બોલવાની લઢણ છુપાવવા મથે છે પણ એ તો અનાયાસે પ્રગટ થઈને ચાડી ખાય છે કે એ તો બહારનો છે. બોલવાની લઢણ તો એને જૂની ભાષામાંથી મળી છે અને એ એને દેશના મુખ્ય જીવનપ્રવાહના લોકોથી અલગ પાડી દે છે. ઉચ્ચારની લઢણ નવી ભાષા પ્રત્યેના અર્ધચેતન મનના વિદ્રોહનું દર્પણ છે.

માત્ર અમેરિકન નાગરિક બની જવાથી કશું વળતું નથી. એટલા માત્રથી કોઈ પોતાની જૂની નિષ્ઠાઓને ભૂલી શકતું નથી, ભલે ને, તમારું સોગંદનામું તમને ફરજ પાડતું હોય. ભારતીય અમેરિકન પોતાની વંશીયતા કે સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે બધા જ તહેવારો ઊજવે છે, બોલીવૂડની ફિલ્મો જૂએ છે, ભારતીય રેસ્ટોરન્ટો ખોલે છે, ક્રિકેટના સમાચારોમાં રસ લે છે, જુદા જુદા સંપ્રદાયોનાં દેવસ્થાનો બાંધે છે, નવા દેશમાં ભારતીય સાહિત્યિક જૂથો બનાવીને ચર્ચાઓ કરે છે, ભારતનાં છાપાં અને સામયિકો વાંચે છે.

૧૯૭૦ના દાયકામાં અમેરિકા આવેલા મોટા ભાગના મારી પેઢીના ભારતવાસીઓ પોતાની વ્યાવસાયિક કુશળતાને કારણે ઉજ્જ્વળ ભવિષ્ય માટે આવ્યા. તે પછી એમનાં કુટુંબીઓ એક પછી એક  એમની સાથે જોડાયાં. કેટલાક તો આધેડ વયે આવ્યાં. એમનો ઉદ્દેશ એમનાં સંતાનોને સારું જીવન આપવાનો હતો. તાજેતરમાં  H1 વીસાવાળા લોકો થોડા વખત માટે આવ્યા અને કાયમી ધોરણે રહી ગયા. વળી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ છે, એ પણ હવે સ્થળાંતરીઓની યાદીમાં ઉમેરાયા છે. તે ઉપરાંત, કેટલાયે ગેરકાનૂની રીતે આવેલા પરદેશીઓ છે જે સમાજના ઉપેક્ષિત ખૂણે જીવે છે. અહીં એમના જીવનમાં કદાચ અભાવ અને દરિદ્રતા સિવાય કઈં નહીં હોય, તેમ છતાં એમને લાગે છે કે વતન કરતાં તો………. અમેરિકામાં સારું છે.

આ ભારતીય પ્રવાસીઓના વલણમાં, ભારત માટેના લગાવમાં કે અમેરિકન સમાજમાં ભળવાની એમની ક્ષમતામાં ઘણો તફાવત જોવા મળે છે અને દરેક જૂથનાં ધ્યેયો પણ નક્કી જ હોય છે.

થોડા વખત પહેલાં હું ભારતમાં મારા શહેરમાં આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ. પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચારપ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે! મારી સ્મૃતિમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર જ જોવા ન મળ્યું.

મને સમજાયું કે મારું વતન મારી સ્મૃતિમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું, મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ.

હવે મારું મન શાંત થઈ ગયું છે. મારા નવા દેશમાં મારું ઘર હવે મને પોતાનું લાગવા માંડ્યું છે.

અનુવાદક: દીપક ધોળકિયા
New Delhi, INDIA

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે            

મનોજ ખંડેરિયા

પ્રસ્તુત લેખ વિજય જોશીના મૂળ અંગ્રેજીમાં લખાયેલા A Perpetual Sojourn નો ગુજરાતી અનુવાદ છે.

Posted in અનુભ​વો ગુજરાતીમાં | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

યથા પ્રજા તથા રાજા! – સલિલ દલાલ ‘એચ. બી.’

ભારતની ન્યુઝ ચેનલો જોનારાઓને કદાચ આ નહીં ગમે…..
થોડા દિવસ પહેલાં કેનેડાની સંસદ (હાઉસ ઓફ કોમન્સ)માં એક વિવાદાસ્પદ ઘટના બની. એક બીલ રજૂ થયા પછી તેની ચર્ચા કેટલો સમય ચલાવવી તે અંગે મતદાન થવાનું હતું. વોટીંગ શરૂ થતા અગાઉ સત્તાધારી અને વિરોધપક્ષ બન્નેના વ્હીપે હાઉસ સાથે આવીને પ્રથમ સ્પીકરને અને પછી એક બીજાને નમીને પોતપોતાની બેઠક પર બેસવાનું હોય છે.

હવે એ બીલ એવું હતું કે જો માંદગીને કારણે અત્યંત પીડાતી કોઇ બીમાર વ્યક્તિ પોતાના જીવનનો અંત લાવવા ઇચ્છે, તો મેડિકલ પ્રોફેશ્નલ તે પ્રક્રિયામાં દવા,ઇન્જેક્શન આપીને કે અટકાવીને મદદ કરી શકે અને તેની સામે હત્યાનો ગુનો લાગુ ન પડે એવો સુધારો ક્રિમિનલ કોડમાં કરવાનો હતો. આ ખરડો કાયદો બની જાય તો ‘જીવન અમૂલ્ય છે’ એમ માનનારા માનવતાવાદીઓ, ગર્ભપાતને પણ ખૂન ગણતાં ધાર્મિક સંગઠનો અને દર્દીને બચાવવા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવા જોઇએ એમ માનનારા તબીબી વ્યવસાયના લોકો જેવા અનેકનો વિરોધ હતો. તેથી વિરોધપક્ષના સંસદસભ્યો પોતાના જ વ્હીપનો રસ્તો રોકીને તેમને ગૃહની મધ્યમાં સ્પીકર સમક્ષ જતા રોકવા ઉભા થઈ ગયા હતા. તેને લીધે બેઉ પક્ષના વ્હીપ એક સાથે સ્પીકર સમક્ષ આવે એ પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થતી નહતી અને વોટ વિલંબમાં પડતો હતો.

New_Picture_1_

એટલે અકળાયેલા વડાપ્રધાન પોતાની બેઠક પરથી ઉઠ્યા અને વિરોધપક્ષના વ્હીપને બાવડેથી પકડ્યા. (ટ્રુડો ભૂતકાળમાં ક્લબના બાઉન્સર પણ રહી ચૂકેલા કસરતબાજ છે!) એમ કરતા અગાઉ તેમણે વિરોધપક્ષના સભ્યો એ રચેલી માનવીય દિવાલને F… you કહીને તોડી. એ અવ્યવસ્થામાંં એક મહિલા સાંસદને વડાપ્રધાનની કોણી વાગી ગઈ! તેને લીધે પાર્લામેન્ટમાં ઉભા થયેલા વાતાવરણની ભારે ટીકાઓ થઈ. પરંતુ, ભારતીય ટીવીની ચર્ચાઓ જોવા ટેવાયેલા અમારા જેવા સૌના આશ્ચર્ય વચ્ચે પ્રાઇમ મિનિસ્ટરનો બચાવ કરવા ટેલીવિઝન પર કે અન્ય માધ્યમોમાં સત્તાધારી પક્ષના કોઇ પ્રવક્તા નહતા આવી ગયા. એટલું જ નહીં, બીજા દિવસે હાઉસની કાર્યવાહી શરૂ થતાં જ ખુદ વડાપ્રધાને જ આગલા દિવસે બનેલી કમનસીબ ઘટના બદલ પેલા બન્ને સાંસદોની તથા સમગ્ર પાર્લામેન્ટની ફરી વિગતવાર માફી માગી. (જસ્ટિન ટ્રુડોએ બનાવના દિવસે તો પેલાં મહિલા સભ્યની માફી માગી લીધી હતી.)એટલું જ નહીં, કોઇ પક્ષ કે સભ્ય માગણી કરે તે અગાઉ પોતે જ આ આખી ઘટનાને ગૃહની પ્રોસિજર કમિટીમાં મોકલવાની ભલામણ પણ કરી! જુઓ મીડિયામાં આવેલા રિપોર્ટના અંશો:

“I apologize to my colleagues, to the House as a whole, and to you Mr. Speaker for failing to live up to a higher standard of behaviour,” he said. He also said it would be appropriate for the incident to be referred to the Procedure and House Affairs committee. ‘It should not have happened’ Trudeau apologized to Ms Brosseau Wednesday night, and did so again in the House Thursday. “In my haste, I did not pay attention to my surroundings and as a result, I made physical contact with the member for something I regret profoundly, for which I apologize unreservedly, and which should absolutely not have happened.” Trudeau said crossing the floor was not “appropriate” and was inexcusable. He apologized to Brown, as well. “It was not my role and it should not have happened,” he said. Trudeau later stated that “no escalation” in the House justified his conduct. “I made a mistake,” he said. “I regret it. I am looking to make amends.”

New_Picture_2_-2

આ ઘટનાનો સ્થાનિક કેનેડિયન મિત્રો જોડે અહોભાવ સાથે ઉલ્લેખ કર્યો ત્યારે એ સૌ તો સહજ ભાવે કહેતા હતા, “એમાં શી મોટી વાત છે? એ તો એમ જ હોય ને? ભૂલ થાય તો તેનો ખુલાસો કર્યા કરવા કરતાં તેનો સ્વીકાર કરીને, માફી માગીને, રાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચામાં આગળ જ વધવાનું હોય ને?” મારી દ્દષ્ટિએ વડાપ્રધાનની માફી જેટલો જ અગત્યનો પ્રજાનો આ અભિગમ છે.

New_Picture_2_-3

લોકોને આવું બધું સહજ લાગતું હોય છે. લોકશાહીની વ્યાખ્યાઓમાંની એક ‘યથા પ્રજા, તથા રાજા’ પણ છે, અને તેનો આ સચોટ દાખલો છે. અરે, વડાપ્રધાન કોઇ સિક્યુરિટી કે ઇવન સેક્રેટરીને પણ લીધા વગર જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરીને બજારમાં જોવા મળે તો પણ “What’s the big deal?’’ એમ કહેવાતું હોય છે! એ પોતે એક સામાન્ય કેનેડિયનની માફક વર્તવાનું ત્યારે પણ છોડતા નથી, જ્યારે એ વિશ્વના સૌથીધનિક દેશના મહેમાન બને છે. થોડા વખત પહેલાં જસ્ટીન ટ્રુડો અમેરિકાની મુલાકાતે ગયા હતા. એ બરાક ઓબામાના ગેસ્ટ હતા અને છતાં પોતાના પ્લેનમાંથી ઉતરતી વખતે તેમણે પોતાના પુત્રને તેડેલો હતો. અહીંના કોઇ પ્લાઝા કે મૉલમાં પોતાના શિશુને તેડીને ચાલતા (ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકન કે બાંગ્લાદેશી સહિતના) પિતાઓ માટે એ સામાન્ય દ્દશ્ય હોય છે. સ્વાભાવિક રીતે જ પ્રાઇમ મિનિસ્ટરે વિમાનમાંથી ઉતરીને રાજ્દ્વારી વ્યક્તિઓને મળતી વખતે પણ પોતાના બાળકને નીચે નહતું ઉતાર્યું. એક હાથે એ હેન્ડશેક કરતા જાય અને બીજા હાથે પોતાના સંતાનને સાચવે રાખે. (સોચો ઠાકુર!)

New_Picture_2_-4

સલિલ દલાલ ‘એચ. બી.’
Toronto, Ontario CANADA

 

 

Posted in અનુભ​વો ગુજરાતીમાં | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

૫૦ સેન્ટમાં આપ – ગાંડાભાઈ વલ્લભ

Corner store

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સંબંધી પાસે વેલીંગ્ટનમાં શોપ હતી. એ શોપ વેલીંગ્ટનના એક પરામાં અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કીલોમીટીર દુર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે દેશ જવાનાં હતાં આથી એ શોપ સંભાળવાનું અમને કહ્યું.

જે વીસ્તારમાં એ શોપ હતી ત્યાંની લોકાલીટી કંઈ બહુ સારી તો ન હતી, પણ અમારાં એ સંબંધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શોપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટીએ તો સ્થળ ઘણું જ રળીયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરુ થાય છે, કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરીયા છે. આથી જ કદાચ વેલીંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલીંગ્ટનમાં સ્નો ભાગ્યેજ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે, પણ જે સ્થળની હું વાત કરું છું ત્યાં કોઈ કોઈ વાર શીયાળામાં સ્નો પડે છે.

શોપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ કોઈ કોઈ ચોરી કરી જતાં. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતાં અમુક લોકોને અમે જોયેલાં. એટલું જ નહીં, અમે શોપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શોપનું તાળું તોડીને ચોરી થયેલી.

એક દીવસ એક ભાઈ આવ્યા. ચીપ્પીઝ (પોટેટો ચીપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી. એણે ભાવ પુછ્યો,
“આનું શું લેવાના?”
મેં કહ્યું, “૮૦ સેન્ટ”
એ કહે, “કેમ એટલા બધા?”
“ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.”
“તમે લોકો અમને લુંટો છો, મને એ ૫૦ સેન્ટમાં આપ.”
“ના, ૫૦ સેન્ટમાં નહીં મળી શકે, તમારે લેવી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાવ.”
આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી. છેવટે એને મેં કહ્યું, “તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.”
ત્યારે એ મારા પર ખુબ જ ગુસ્સે ભરાયો અને મને કહે,
“તું બહાર આવ, તને બતાવી આપું.”

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, “જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી, હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે તે આપીને લઈ જાઓ.”
“સારું, હું તને જોઈ લઈશ.”
અને એ ચીપ્પીઝ લીધા વીના ચાલી ગયો.

આ પછી શોપમાં દુધની ડીલીવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત, જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બંને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મી. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વીસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરીક રીતે તો મને એ ચપટીમાં રોળી નાખે તેવી હાઈટવાળો અને મજબુત દેખાતો હતો.

શોપમાં તે દીવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શોપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. અને કોઈક વાર હું પણ શોપમાં એકલો હોઉં. વળી શોપ સાથે રહેવાની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શોપ હતી. આથી રાત્રે શોપ બંધ કરીને ઘરે જવાનું થાય. પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શોપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય? હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી તે જ મેં એને કહી હતી, કે ૫૦ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં કે એને એ ભાવમાં આપવામાં આવશે નહીં.

ગાંડાભાઈ વલ્લભ
Wellington, NEW ZEALAND

થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે !
જવાની પર ભરોસો છે સદંતર જોઈ લેવાશે !

હેમન્ત દેસાઈ

Posted in અનુભ​વો ગુજરાતીમાં | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

A Perpetual Sojourn – Vijay Joshi

Vijay_Joshi

Mother of Exiles, the statue of Liberty, proclaims “Give me your tired, your poor, Your huddled masses yearning to breathe free”.

Here I am using the word “exile” to mean “a person who lives away from his or her native country, either from choice or compulsion”. Being an exile is a continual balancing act between trying to preserve one’s old identity while trying to acquire a new one while achieving neither.

Most of the early European exiles arrived in America mostly for a better life or to avoid religious persecution or were forced to flee for political reasons. Historically the meaning and the experiences of an exile continues to keep evolving.

Emigrant, Immigrant, Refugee, Expatriate

Exiles have multiple personalities. An emigrant leaves his or her land to live in another country. The person emigrates to another country. An immigrant is a person who once resided somewhere else and now lives in your country. Erroneously these two terms are used interchangeably. The difference between the two is the perspective. An Indian arriving in America is an immigrant to an American citizen while he is an emigrant to an Indian living in India.  As described by Bharati Mukherjee in Letters Of Transit, an immigrant belongs to a class which might be lower than that of an émigré or an expatriate but higher than that of a refuge. An immigrant is someone who has left his native land voluntarily to settle permanently in another country.  Émigré is an emigrant who has been forced to leave for political differences. A refugee is a person who has fled voluntarily due to political persecution or for personal safety. An expatriate is someone who has left his native country willingly and strives to resist total inclusion in the new world.

In medieval Europe, an exile was considered the worst kind of punishment. As stated eloquently by Andre Aciman in Letters Of Transit, the great Italian poet Dante when he was banished only about 100 miles from Florence, thought as if he had died socially, which influenced his writings in “Inferno”. In those times there was an implicit permanent detachment and no prospects of a returning. Today is a different story. It is no longer as severe and as permanent because as described by Thomas Friedman, the world is flat, global yet more local. Fueled by the likes of social media such as Skype, Facebook and Twitter, a lot of the pain of displacement is eased as it helps bring memories of old home closer to the new home in the adopted country instantly and frequently.

An immigrant can neither hold on to the old world left behind nor can he quite belong fully to the new world. He is a stranger in both worlds. He longs for the world left behind while unable to feel at home in the new world. When he sees a new place, he searches for some connection to the old place, forever trying to find without ever finding his old place. His loyalty, affection and culture are all a mixed bag of old and new and always in a state of limbo. Unknowingly he lives a double life.  He tries, without quite succeeding, to belong to the new world in his life outside his home, while in his life inside his new home, he strives to recreate his old home, without much success either. He tries to live in a cluster of his fellow clansmen creating and surrounding himself with a replica of his old home from his old neighborhood inside his new home in his new neighborhood.

He is uprooted but in spite of trying very hard, is unable to plant new roots. He tries to connect to the new world while not quite disconnecting from the old world. While striving to be stationary, he is always mobile, moving constantly while trying to be motionless, in transit while struggling to settle down, never knowing how to blend in, always going somewhere without getting anywhere. He tries desperately to become a “new self”, without really letting go of the “old self”.

He tends to do continuous retrospection, always imagining himself in the old world as it is preserved in his memory. He is frozen in time, culture and values of the old world, a world which has since changed or vanished; it is alive only in his memory. He continues to try to cling to the old world or at least to the idea of the old world.

He tries to belong to two places and fails to belong to either place, trying to preserve traces of an old identity, while struggling to acquire a new identity, and losing both the identities in the process. While trying desperately to belong to both countries, he manages to be an alien in both lands. He is faceless, homeless and yet has many faces and many homes without belonging to any of those faces and homes.

His accent invariably gives him away, in spite of his best efforts, as a person of foreign lands. An accent is a residue of old language which gives him away as someone who is not a native. An accent is the latent resistance of his subconscious preventing him from adopting the new language fully. He feels more at home with the visible written English words than with the invisible spoken ones.

Just because you have become a citizen of the new country and although your oath might force you or coerce you to, it does not transform you or make you forget your allegiance to the old country. Here in America, the land of the immigrants, a collective root-searching by millions of immigrants from all over the globe continues uninterrupted. An Indian American for example strives to maintain native ethnicity, cultural connection by celebrating and participating in all the ethnic festivals, watching ethnic movies, eating at ethnic foods at ethnic eateries, keeping up with goings on in the game of cricket, keeping religious connections by building various houses of worships, and continuing creative pursuits by forming ethnic literary groups, ethnic magazines, ethnic newspapers in the adopted country, listening to Indian classical music, in short trying to recreate his own culture from the old world. The attitudes, affinity to the old world and the desire to blend in the American culture varies from immigrant to immigrant and each ethnic group faces its own set of challenges. There are those who build their own ethnic cocoons and others try to reach out and are prepared to compromise and participate in the American experience.

On a more personal note, most of the Indian immigrants of my generation, who emigrated in or around the 1970s, did so as qualified professionals who emigrated for a better future for themselves and their families. This was followed by relatives of these early immigrants, many of whom in their middle ages, who came to the US for a better future especially for their children.

Very recently H1 visa holders are coming here for a temporary stay and end up living permanently as legal immigrants. There is also the group of college students studying in US universities many of whom stay on after finishing their studies and eventually become a new genre of immigrants. Then there is the group of undocumented illegal aliens who live a marginalized life, and although as wretched as their lives might be here, they feel they are better off here than they would otherwise be in native lands. (This compares quite well to the Bangladeshis and Nepalese who have emigrated to India for the very same reason). The second generation Indian Americans are sandwiched more than any other group and find it a constant struggle to keep their parents’ old world values and lifestyles while trying to adopt to mainstream America. It is a hard act to pull off.

Recently during my last visit to the town I grew up in India, I found cyber cafés, McDonalds, fancy boutiques touting Western fashions, high rise buildings and night clubs, sprawling malls, and very little resemblance to the city of my youth tucked away and stuck in my memory. The lines between a native culture and a foreign culture had blurred making the two almost indistinguishable.

I realized then that although my home and culture will always be alive and well preserved and frozen in the depths of my memory, it does not exist anymore back in India nor can I quite find it in my adopted land.

Now I am at ease with myself. I feel at home in my new home in my new adopted country.

Vijay Joshi – Essence of life is its evanescence!
U.S.A.

“Give me your tired, your poor, Your huddled masses yearning to breathe free, The wretched refuse of your teeming shore. Send these, the homeless, tempest-tossed, to me: I lift my lamp beside the golden door.”

Emma Lazarus

Posted in Experiences in English | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

CONNECTING THE DOTS… – Pravin Patel

Asmara

My immigrant journey began, innocently enough very early in my childhood with a visit to a library. The year was 1959.

I was nine when my father decided to take me to the United States Information Services (USIS) library, the only library in town.

It was not an ordinary library, and we did not live in an ordinary town. We lived in Asmara at the time, which is presently the capital of Eritrea, but back then, it was the second largest city in Ethiopia.

Asmara was a modern city in so many ways. The Italians had a big hand in building it into a beautiful cosmopolitan city with wide boulevards and wider sidewalks with trees and flower bushes planted on both sides, as well as in the middle of divided roads. There were water fountains with statues of children and fish spewing water from their mouths, gardens, parks and piazzas. A large catholic church was built on the main street to resemble the ones in Rome and Milan with 15 or 20 steps to the main basilica and a tall clock tower beside it.

The main streets had modern shops with large glass windows with mannequins selling European dresses for women and suits for men, pizzerias and restaurants with sidewalk cafes, gelaterias, espresso and cappuccino bars, camera shops, flower shops, music shops selling the latest tape recorders and TV sets, Fiat and Volkswagen car dealerships. There were also pristine white marble butcher shops with freshly cut goats, cows and pigs hanging for everyone to see, and skinless chickens laid out in the windows. Most streets in town were paved, and kept clean by sweepers. Even the carrossas, the one horse drawn carts which can seat a driver and at most two adults or three children beside him, were kept clean of the horse’s droppings.

The USIS library was an oasis for me. It was a 5 to 6 minute bicycle ride from where we lived. On our first visit to the library, I signed out a large book about dinosaurs. Membership was of course free. I began going there as often as two or three times in a week after school. I was more interested in the magazines section than the books. They had a nice corner with glass walls and comfortable chairs. I spent many hours reading Popular Science, National Geographic, Time, Newsweek. But my favourite magazines were LIFE and LOOK. They were bigger in size, and had lots of pictures of celebrities and events from around the world. My journey of discovery into faraway lands, current events of the day, science, technology and space exploration began when I was nine.

In Asmara, the Americans had built a base housing about 200 American servicemen and their families. The base, called Cagnew Station, was a walled compound of probably twenty acres, situated on the western edge of the city. Within these walls, which were about ten feet tall, with barbed wires on top, they had created a mini American town complete with a large grocery store, a movie theater, a bowling alley, elementary schools for the servicemen’s children, gas stations and all other amenities needed to make life as comfortable for the servicemen’s families as possible.

The base had its own radio and TV station. The radio broadcasted news and American music during the day, and the TV station broadcasted news, cartoons and comedy serials in the evenings from 6 pm to 11 pm weeknights, and all day on Saturday.

The local citizens benefitted immeasurably from these services the Americans provided for free. A local radio station and a local TV station broadcasting in English, albeit with a thick American accent, were unheard of in most parts of the world in the late fifties.

The Americans were there because they were establishing telecommunication stations around the world to track their satellites, a technology they were pursuing with vigour in those days and the government of Ethiopia under the rule of King Haile Selassie realized that courting the Americans would be of great benefit to the country, not just militarily, but socially, as well as economically.

Fast forward four years to 1963, and we moved to Addis Ababa, the capital of Ethiopia, and a beautiful city with cooler climate, being over 7500 feet above sea level.

I began attending grade 10 in an American school called St. Joseph Secondary School, run by the catholic Jesuit priests who wore black robes and taught all the classes. We referred to them with the title of Brother in front of their last name. The school was a large and modern two storey glass and concrete structure, very similar to any modern high school building of today. The school was attended by students from the U.S., Europe, Africa, and a few like me from Asia. My best friend that year was from Armenia. It was a 20 minute bus and taxi ride from where we lived.

In Addis, the American library was on top of a hill and it was bigger and newer than the one in Asmara. It also had a bigger collection of books and magazines. And it was conveniently located half way between the high school and home. I used to get off from the city bus near the library after school, and I would spend at least an hour or more reading the wider variety of magazines and encyclopedias. John F Kennedy and Jaqueline Kennedy were in the White House. It was Camelot. Then, in November, Kennedy was assassinated. Our school was closed for four days to give respect and in mourning. King Haile Sellesasie was in the front during the funeral procession in Washington DC alongside Charles De Gaulle of France. I followed the U. S. current events with more interest as a result of the assassination.

The following year, we returned back to Asmara, and I returned to Comboni College, my high school which was an Italian missionary school run by Catholic Fathers who wore white robes and taught all the subjects in English and Italian. In Grade 12, in our History class, we had to do a current events topic. I chose the U. S. civil rights movement, which in those days was in the news in a massive way. Martin Luther King was organizing and leading marches and protests. Police dogs and water cannons were used to frighten the marchers and protesters. I spent hours reading about the movement, and wrote a huge 10 to 15 page report with pictures cut out from Time magazine and inserted them in the report.

In those days, I also began to listen to U. S. pop and rock ‘n roll music. I went to see The Beatles’ movie A Hard Days Night, and I sneaked in my portable Philips cassette player to record all the songs. I also began reading DC Comics and Marvel Comics. Superman, Supergirl, Batman, Aquaman, and other Super Heroes, I read as many as I could get my hands on. I bought them from a courier who brought sandwiches for the students at the high school, and probably collected the comics being thrown out by the U.S. servicemen from Cagnew Station. I used to buy them from him for 5 and 10 cents each. And he also sold Playboy for $ 1.00 and more.

In 1965, Ford released the Mustang, which was also featured in Goldfinger with James Bond. Little did I know then that in about four years, I would be a proud owner of a 1967 Mustang.

In 1966, I was finishing grade 12, and my parents were not sure where to send me for college. Would it be India or England? I had appeared for the General Certificate of Education ‘O’ level entrance exams of the University of London that year, and had received good marks. That is when a family friend, Chandubhai Patel from Canada was visiting Asmara, and told my father that Pravin should attend a university in the U. S., and study Electrical Engineering. That is exactly what he had done a few years before.
I went to the USIS library, and began researching through a couple of books they had and found the addresses about universities in the USA. My father was also talking and getting advice from a few U. S. Peace Corps volunteers who happened to be working in Asmara. President Kennedy had started the Peace Corps in 1961, a bold initiative to attract young men and women to volunteer all over the world and promote friendship and goodwill.

After selecting and applying to about 8 different smaller universities in the Midwest that we could afford, I accepted the admission to Tennessee Technological University in Cookeville, Tennessee. It was over 13,000 km away from Asmara. But my father and mother were brave, and I was naïve. I was the first one from our friends in Ethiopia to go to the USA. And the first one from my father’s village of Padgol in Gujarat, India.

I hopped on a plane to Aden in the last week of December 1966, and from there to London, New York, and finally, I arrived in Nashville, Tennessee on December 30, 1966. After spending the night in the Downtowner hotel, I took the Greyhound bus the next day around noon for a 2 hour bus ride to Cookeville, Tennessee.

It was a cold and cloudy grey New Year’s Eve. There were only about 3 or 4 passengers who got off the bus. The place looked so deserted that it felt as if everyone had left the town. I asked the taxi guy to take me to a hotel. He grabbed my two heavy suitcases, and drove around the block to the Greenwood Motel, a very small motel with about 10 or 12 rooms.
I signed in, went to my room, and after freshening up, walked over to the center of the town five minutes away. I saw a restaurant, but it was closed. In fact, everything was closed. So I walked back to my room, opened up my snacks that I had brought with me, and I had my first meal in the U.S.A., all alone, with a coke bottle I bought for 10 cents from the coke machine outside my motel room. I turned on the 13 inch black and white TV, and fell asleep right away.

Pravin Patel
Whitby, Ontario CANADA

“Libraries store the energy that fuels the imagination. They open up windows to the world and inspire us to explore and achieve, and contribute to improving our quality of life. Libraries change lives for the better.”

Sidney Sheldon.

Posted in Experiences in English | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ

Greyhound Bus

૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો. સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો. કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો. આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા! કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો. મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું. મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું. કલેક્ટ કોલ કરવો કેવી રીતે? કોને પૂછવું? કોને કહેવું?

મનમા વિચાર્યું, લાવ કોઈ યુનિફોર્મ પહેરેલા માણસને પૂછું. એરપોર્ટ ઉપર ફ્લોર સાફ કરતા એક બ્લૂ યૂનિફોર્મ પહેરેલા ઊંચા, પડછંદ, કાળા માણસને ફોન નંબર બતાવી ઇશારતથી સમજાવ્યું કે મારે કલેક્ટ કોલ કરવો છે. એ સમયે કાળા-ધોળા રંગની ખબર હતી; રંગદ્વેષની ખબર નહોતી. મગજની પાટી સાવ કોરી કટ હતી. આજે એના પર ઘણું બધું સાચું ખોટું લખાઈ ગયું છે.

“ડૂ યુ હેવ એ ડાઈમ?” તેણે સામો પ્રશ્ન કર્યો. મેં તુરત ગજવામાંથી પરચૂરણ કાઢી હથેળીમાં ધરી દીધું. ક્વાર્ટર, ડાઈમ, કે નિકલ ઓળખવામાં ગરબડ થતી હતી. એણે એક ડાઈમ લઈને કલેક્ટ કોલ જોડી આપ્યો.

હાર્ટફોર્ડ, કનેક્ટીકટમાં હું એક અઠવાડિયુ રોકાયો. દરમ્યાનમાં હ્યૂસ્ટન, ટેક્સાસમાં રહેતા મારા એક મિત્રને ફોન કર્યો. એક ફોન ઉપર હું સાંભળતો હતો; બીજા પર માર સંબંધી. એ મિત્રે મારા સંબંધીને કહ્યું કે હું નોક્સવિલ, ટેનેસી બપોર સુધીમાં પહોંચી જાઉં એ રીતે મને બસમાં બેસાડી દે. અને મને કહ્યું કે બસ સ્ટેન્ડ ઉપરથી, ટેલિફોન ડિરેક્ટરીમાં જોઈને કોઈ પટેલ કે શાહને ફોન કરજે, તને આવીને લઈ જશે અને બધી વ્યવસ્થા કરશે. એ સમયે દેશી ભાઈઓમાં એક્બીજા પ્રત્યે કેટલો આત્મવિશ્વાસ હતો!

રાત્રે અગિયાર વાગ્યે મને હાર્ટફોર્ડથી ગ્રેહાઉન્ડ બસમાં બેસાડ્યો. રાત્રે ત્રણ વાગ્યે મારે ન્યૂયોર્કથી બીજી બસ બદલવાની હતી જે બપોરે બાર વાગે મને નોક્સવિલ પહોંચાડવાની હતી. બરાબર તપાસ કરી, ડ્રાઈવરને પૂછીને હું મળસ્કે ત્રણ વાગ્યે નોક્સવિલ જતી બસમાં ચઢ્યો. બધુ સમયસર બરાબર થયું. બસ ફૂલ સ્પીડમાં દોડતી હતી અને હું બાર વાગવાની રાહ જોતો ગ્રેહાઉન્ડ બસમાં બેઠો હતો. બાર થયા, સાડા બાર થયા, એક થયો પણ બસ ઊભી જ ન રહે. ઊભા થઈ, ભાંગી તૂટી ઇંગ્લિશમાં, બસ ડ્રાઇવરને ઘડિયાળ બતાવી મેં કહ્યું, “ટ્વેલ્વ ઓ’ ક્લોક આઇ ગો ક્નોક્સવિલ, ટેનેસી.” વડોદરા યુનિવર્સિટીમાં ઇંગ્લિશ માધ્યમમાં ભણ્યા હોવા છતાં ઇંગ્લિશ બોલતાં પૂરું આવડતું નહોતું. ગુજરાતમાંથી આવતા ઘણાં વિધાર્થીઓની આજ મોટી મુશ્કેલી હતી. ગુજ્જુભાઈઓ ઇંગ્લિશને લીધે માર ખાઈ ગયા.

બસ ડ્રાઇવરે સહેજ હસીને કહ્યું “વી વીલ રીચ નોક્સવિલ એટ ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ!” આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા. ગભરાટ અને નિરાશાથી હું સાવ ઢીલો થઈ ગયો. હવે શું કરવું? સીટ ઉપર પાછો ફરીને થોડી વાર સુધી રડતો રહ્યો. રાતના બાર વાગ્યે, એક અજાણ્યા શહેરમાં? હવે શું થશે? હું ઠંડોગાર થઈ ગયો. ગજવામાં ફ્ક્ત થોડા ડોલરની હૂંફ હતી.

હું વડોદરામાં હતો ત્યારે યુનિવર્સિટી ઓફ ટેનેસીમાં એડમિશન મળ્યા બાદ રાજ મહેતા નામના એક સિનિયર સ્ટુડન્ટનો ‘વેલકમ’ કરતો પત્ર મળ્યો હતો. પત્ર ઉપર ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસનું એડ્રેસ તેમજ ફોન નંબર હતા. આ સાથે યુનિવર્સિટીની ઓફિસ ઓફ એડમિશનમાંથી થોડી લેખિત માહિતી, જાણકારી, પણ મળી હતી જેવી કે જો તમે પ્લેનમાં કે બસમાં આવો તો ક્યાં અને કેવી રીતે ‘વાય એમ સી એ’ માં પહોંચવું. હું આ બધી માહિતી ત્રણ ચાર વાર વાંચી ગયો. છેવટે ‘પડશે એવા દેવાશે’ એમ વિચારી મનોમન હિંમત ભેગી કરી બેસી રહ્યો.

બસ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. એકાએક મારા મનમાં વિચાર આવ્યો કે લાવને પેલા ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસના ફોન નંબર ઉપર ફોન કરું. બસ જ્યારે રોનોક, વર્જિનિયા ઊભી રહી ત્યારે મેં કલેક્ટ કોલ જોડ્યો. હવે મને કલેક્ટ કોલ કરતા આવડી ગયું હતું.

ઓપરેટર નંબર જોડીને સામે છેડે હજી તો પૂછે છે કે “વિલ યુ એક્સેપ્ટ ધ ચાર્જ?” એ પહેલાં તો હું ગભરાયેલો દેશીભાઈ જ્લ્દીથી બોલી પડ્યો કે, “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!” ઓપરેટર મને રોકતી ઠપકારતી રહી કે ચાર્જ એક્સેપ્ટ થાય પછી જ વાતો કરી શકાય. ફરી ઓપરેટરે ફોન જોડ્યો પણ સામે છેડે એક્સેપ્ટ ના થયો એટલે મને પૈસા નાખીને ફોન જોડવા કહ્યું. બસ ઉપડવાની તૈયારીમાં હતી એટલે હું દોડીને તુરત બસમાં બેસી ગયો.

રાતના બાર વાગ્યે નોક્સવિલ આવ્યું. મારે તો હવે ટેક્સી કરીને ‘વાય એમ સી એ’ માં જવાનું હતું એટલે ગભરાતા ગભરાતા બસમાંથી હું છેલ્લે ઊતર્યો. ત્યાં જ એક દેશીભાઈએ આવીને શેક હેન્ડ કરતાં પૂછ્યું, “આર યુ કિશોર પટેલ?” મેં માથુ નમાવીને ‘યસ’ કહ્યું. પેલા ભાઈ આગળ બોલ્યા, “આઈ એમ રાજ મહેતા, કિશોર, યુ આર રિયલી સ્માર્ટ, યુ સી આઈ કેનનોટ એક્સેપ્ટ યોર કલેક્ટ કોલ બિકોઝ વી હેવ અ પબ્લિક ફોન ઇન ધ ઇન્ટરનેશનલ હાઉસ. બટ યુ સી, યુ ગેવ મી ધ મેસેજ, યુ આર રિયલી અ સ્માર્ટ ગાય!”

હું મનમાં વિચારતો હતો કે આ ગાય જેવા ગરીબડા ગુજ્જુભાઈને પૂરું ઇંગ્લિશ બોલતાં આવડતું નથી તો સ્માર્ટ થતાં તો ક્યાંથી આવડે? દેશીભાઈ ગભરાઈ ગયેલા એટલે ઉતાવળમાં ફોન ઉપર “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!” એવું બોલી ગયા અને એના સારા નસીબે એ સમયે મહેતા સાહેબ ઇન્ટરનેશનલ હાઉસમાં તમે જ ફોન ઊંચક્યો! આ બધી ઉપરવાળાની લીલા છે!

રાત રાજ મહેતાને ત્યાં ગાળી. સવારે એમણે દૂધમાં રેઝીનબ્રાન સીરીયલ અને કેળા નાખીને બ્રેક્ફાસ્ટ કરાવ્યો. ત્યાર બાદ મને ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં લઈ ગયા. હું વહેલો આવી ગયો હોવાથી થોડા દિવસ માટે મારી રહેવાની વ્યવસ્થા ડોર્મિટરી-હોસ્ટેલમાં કરી હતી.

આ દિવસો દરમિયાન હું કેફેટેરિયામાં જમતો હતો. મોળું મોળું અને બાફેલું ખાવાનુ, મને સહેજ પણ ભાવે નહીં પણ શું કરું? પોટેટો ચિપ્સ અને સિંગદાણાથી પેટ ભરતો હતો. અમારા જેવા નવા આવેલા હોમસિક દેશી ભાઈઓ ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં ભેગા મળતાં, પોતાના દુ:ખડાં રડતા અને દરરોજ નવું નવું કાંઈક શિખતાં. નવા આવેલા દેશી ભાઈઓ સૂટ પહેરીને ફરતાં હોવાથી, તેમજ તેમની વાતચીતની ઢબથી તુરત ઓળખાઈ જતાં. એક દિવસ બ્લુ જીન્સમાં જગદીશભાઈ મળ્યા. મને પૂછ્યું, “દેશી ગુજરાતી છો? વેજિટેરિઅન?” મેં હા કહી તો કહે “આજે સાંજે છ વાગ્યે મને અહીં જ મળજો. મારા ઘરે જમવા લઈ જઈશ”.

સાંજે એમને ત્યાં જમ્યો. દેશ યાદ કરાવે એવી ખીચડી, કઢી અને બટકાનું શાક! એ ખીચડીનો સ્વાદ આટલાં વર્ષો પછી પણ મારા મોંમાં રમે છે. આજે એ જગદીશભાઈ ક્યાં હશે એની મને ખબર નથી પરંતુ હું જગદીશભાઈને કદી ભૂલ્યો નથી.

ત્યાર બાદ હું જ્યાં સુધી નોક્સવિલ, ટેનેસીમાં રહ્યો ત્યાં સુધી દર વર્ષે નવા આવેલા દેશી વેજિટેરિઅન ભાઈઓને ઘરે લઈ જઈને જમાડતો રહ્યો.

કિશોર પટેલ
Richmond Hill, Ontario CANADA

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

રમેશ પારેખ

 

Posted in અનુભ​વો ગુજરાતીમાં | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 21 ટિપ્પણીઓ

નિર્વાસિત – પ્ર​વીણ દેસાઈ

ShabdSetu Picture Joint copy2

અંધકારને ચીરીને પ્લેન નીચે ઉતરી રહ્યું હતું અને હું અનાગતભયથી આશંકિત થઈ કંપી રહ્યો હતો. આજે હું નવી ધરતી પર પગ મૂકી રહ્યો હતો.  નવી દુનિયાના અજાણ્યા પ્રદેશમાં પ્રવેશી રહ્યો હતો. મારા માટે આ મોટુ સાહસ હતું, પરંતુ યુગાન્ડા છોડ્યા વગર છૂટકો જ ન હતો.  એ યુગાન્ડા, જેને સર વિસ્ટન ચર્ચીલે “જ્વ્યૂઅલ ઓફ આફ્રિકા” કહીને નવાજ્યું હતું.  યુગાન્ડામાં શું ન હોતું?  કામ, ધંધો,  ઘર, પૈસો, નોકર ચાકર, સરસ મઝાની આબોહવા,  આપણા પોતીકા લાગે એવા દેશી ભાઈઓનો ભાઈચારો, આપણો સમાજ, આપણું ક્લ્ચર, બધુ જ તો અહીં હતું.

આ આરામ, ચેન, સુખ, શાંતિ બ્રિટિશ રાજ દરમ્યાન, લગભગ ૧૯૬૦ના દાયકાના શરૂઆતના વર્ષો સુધી રહ્યા.  પછી પરિસ્થિતિ બદલાતી ગઈ.  બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો.  ધીરે ધીરે બધા દેશો આઝાદી મેળવતા હતાં.  યુગાન્ડા પણ આઝાદ થયું.  સ્વતંત્ર થયેલ દેશમાં સત્તાધારી બનવા તેમજ આધિપત્ય મેળવવા માટે આંતરિક કલહ વર્ષો સુધી ચાલતો રહ્યો અને ૧૯૭૧માં પ્રેસિડેન્ટ ઓબોટેને ઉથલાવીને ઇદી અમીન સરમુખત્યાર બન્યા.  પોતાની સત્તા ટકાવી રાખવા જુદી જુદી વિરોધી જાતિઓના એક લાખથી પણ વધારે લોકોને ઘાતકી રીતે હણી નાખ્યા બાદ, ઇદી અમીનની આંખમાં આવ્યા આર્થિક સમૃદ્ધિ ધરાવતા એશિયનો.  કદાચ, આ નરસંહારથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા અથવા બીજા કોઈ સાચા, ખોટા પ્રચલિત કારણોને લઈને, ઇદી અમીને જાહેર કર્યું કે દેશની આર્થિક વ્યવસ્થાનું નિયંત્રણ યુગાન્ડાની મૂળભૂત હક્ક ધરાવતી કાળી નેટીવ પ્રજાના હાથમાં હોવુ જોઈએ અને માલેતુજાર એશિયનોને આ દેશમાંથી હકાલી કાઢવા જોઈએ.

ઇતિહાસ કદી ભૂલતો નથી, કાળના ચોપડે પુનરાવર્તન કરતો ફરે છે.  માનવીને એની નજર સમક્ષ પૂરેપૂરો ઉઘાડે છે.  લાખો લોકોને મોતને ઘાટ ઉતારનાર એડોલ્ફ હિટલર જેમ ઇદી અમીન પણ સત્તાધીશ્વર બન્યા.  ચોથી ઓગસ્ટ ૧૯૭૨ના એ ગોઝારા દિવસે ઇદી અમીનનો વટહુકમ જારી થયો કે ૯૦ દિવસની અંદર યુગાન્ડા છોડો.

ભગવાને આપણને કાળા તો ન બનાવ્યા પણ ધોળા ય ન બનાવ્યા. બન્ને જાતિઓનું મિશ્રણ કરી “બ્રાઉન કૉક્ટેલ” જેવા બનાવી દીધા, જે ઇદી અમીન માટે અસહ્ય હતું.  ઇદી અમીનને એના જેવા જ કાળા માણસો એના દેશમાં જોઈતા હતા.  અમે એના માટે પૂરતા કાળા ન હતા.  બ્રિટિશરો માટે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર હોવા છતાં અમે પૂરતા ધોળા ન હતા અને ભારત માટે અમે ભારતીય ન હતા કારણ કે અમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો, ભારતીય નહીં.  આ દેશમાં બેથી ત્રણ પેઢીના સ્થાયી વસવાટ બાદ અમે હિજરતી બન્યા હતાં.

વિસમી સદીના અંતમાં બ્રિટિશ સામ્રાજ્યના આધિપત્ય હેઠળ કેટલાક સાહસિક ભારતીઓ પોતાના સ્વપ્ના સાકાર કરવા તો કેટલાક દેશની કારમી ગરીબાઈથી કંટાળીને તો કેટલાક નવી દુનિયામાં ધન કમાવવાની લાલચે આફ્રિકાના અંધાર ખંડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ ચડ્યા હતાં. ઉત્તરોત્તર વિસ્તરતા બ્રિટિશ સામ્રાજ્યના શાસનની જોગવાઈ માટે આ અંધાર ખંડમાં રેલ્વે લાઇન બાંધતા, ઘણાં ભારતીઓ મહાકાય સિંહોના કોળિયા બની ગયા હતાં, તો કેટલાકે શેરડી, ચા, કોફીના પ્લાન્ટેશનમાં કાળી મજૂરી કરતા દમ તોડ્યો હતો.  આપણા પૂર્વજો અદમ્ય સાહસિક, ખેલદિલ, નીડર તેમજ જાનનિસાર હતાં. એવા પૂર્વજના આ વંશજની આજે નાળ કપાઈ હતી.

આજે હું કેનેડામાં ઉતરી રહ્યો હતો.  ભૂગોળમાં ભણ્યા હતા કે કેનેડા ઉત્તર ધ્રુવનો ભૂભાગ છે, સરોવરોનો દેશ છે અને ત્યાં એસ્કિમો લોકો ઇગ્લૂમાં રહે છે.  કેનેડા વિષે ખાસ કાંઈ જાણકારી નહોતી અને જાણવાની જરૂર પણ જણાઈ નહોતી.  યુગાન્ડામાં અમે અમારી દુનિયામાં જીવતા હતા, ‘કકૂન’ માં રહેતા હતા.

પ્લેન રાત્રે મોન્ટ્રીયલના એરપોર્ટ પર ઉતર્યું.  હું એકલો જ હતો. મારી સાથે મારા કોઈ પણ સંબંધી નહોતા, પણ બીજા ઘણાં બધા એમના છોકરાંછૈયાં, તેમ જ ઘરડા મા બાપ સાથે હતાં.  ઘણા મોટી ઉમ્મરનાં મા બાપો એમના ટીનેજર છોકરા છોકરીઓ જોડે હતાં.  જે દેશમાં જનમ્યાં, જે ધરતીનો ખોળો ખૂંદતા મોટા થયા, એનાજ મૂળિયા કાપી નાખવામાં આવ્યા હતાં.  ઉખાડી નાખેલ છોડોને નવી ધરતી પર, નવી આબોહવામાં, નવા વાતાવરણમાં રોપીને ઉછેરવાના હતાં.  કઠણ કામ હતું પણ કર્યે જ છૂટકો!

અમારામાંથી થોડા લોકોને અલગ લઈ જવામાં આવ્યા. મારા માનવા મુજબ અમે બધા રેફ્યુજી હતાં એટલે ઇમિગ્રેશન જેવું કાંઈ કરવાનું હતું નહીં અને કસ્ટમમાં સાથે હોય શું જે ડીક્લેર કરવું પડે?  બધુ જ છોડીને અહીં આવી લાગ્યા હતાં, ત્યાંના અંજળપાણી તો ઊઠી ગયા હતાં

અમને બધાને એક બસમાં બેસાડી મિલિટરી બેઝ ઉપર લઈ જવાના હતાં.  યુગાન્ડામાં મિલિટરી બેઝ નું નામ સાંભળીને, મન કંપિત થઈ, કંઈ કેટલીયે ભયાનક કલ્પનાઓ કરી બેસતું, મનમાં કમકમાટી આવી જતી, શરીરમાં ધ્રુજારી ભરાઈ જતી.  યુગાન્ડા છોડતા એશિયનોને ચેકપોસ્ટ પર ઈદી અમીનના સૈનિકો ખૂબ હેરાન કરતા. ઘરેણાં, પૈસા, કિમતી વસ્તુઓ, આ બધુ તો લઈ લેતા, પણ ક્યારેક આપણી મા બહેનોને પણ…!   જ્યારે અહીં ડગલે ને પગલે મળતો પ્રેમભર્યો આવકાર મનને હૂંફ બક્ષી રહ્યો હતો.

બસ મોન્ટ્રીયલના મોટા મોટા રસ્તા ઉપર દોડતી હતી, અને હું આંખો ફાડી ફાડીને ચકાચૌંધ કરતી ગગનચુંબી ઇમારતો જોતો હતો. મારા માટે આ સાવ નવો અનુભવ હતો.  અમારા સૌના માટે આ અસાધારણ અનુભવ હતો.  આવતીકાલનો દિવસ શું લઈને આવશે એની ખબર નહોતી, પણ મનમાં એક વિશ્વાસ હતો કે અહીં અમે સુરક્ષિત છે.

બસ મિલિટરી બેઝના નિવાસસ્થાન ઉપર આવી પહોંચી.  અમને સૌને અમારા રહેઠાણ ઉપર લઈ જવામાં આવ્યાં.  અહીં ઘણાં ઓરડાઓમાં “બંકબેડ” મૂકવામાં આવ્યા હતાં.  આ બંકબેડની હરોળ જોઈને મને મારી મોમ્બાસાથી મુંબઈ સ્ટીમરની જૂની સફરો યાદ આવી ગઈ.  કેટલી મજા આવતી હતી એ સમયે!  દરિયો ખૂબ વહાલો લાગતો હતો. અનેરા આનંદથી મારી આંખ ભીની થઈ ગઈ.  રાત જૂની યાદોને  વાગોળતા વીતી.

સવાર પડી. ચા નાસ્તાનો સમય થયો.  અહીં કોણ ચા બનાવી આપવાનું હતું?  એ સાહેબી યુગાન્ડા છૂટ્યું એની સાથે જ  છૂટી ગઈ,  હવે જાત મહેનત ઝિંદાબાદ!  ચા બનાવવાની હતી  “કેટલ”માં ગરમ પાણી હતું અને બાજુમાં “ટીબેગ”. ઇન્ડિયા કે યુગાન્ડામાં ક્દી “ટીબેગ” જોઈ નહોતી.  ચા બનાવવી હતી એટલે ગરમ પાણીમાં “ટીબેગ” ફાડીને નાખી દીધી.  થોડા સમય બાદ ચા ગાળવા આજુબાજુ ગરણી શોધી પણ મળી નહી.  દેશીભાઈ આમે શરમાળ અને ઉપરથી એવરેસ્ટ જેવો ઇગો વાળા, એટલે શું કામ મૂરખ બનવા કોઈને પૂછે?  એ જ કપમાં દૂધ અને ખાંડ નાખીને ચાની પત્તી સાથે ચા પી ગયા. મારુ માનવું કે છે મારા જેવો અનુભવ કોઈક્ને તો થયો જ હશે!  આ દેશમાં આવીને કેટલું બધું નવું શિખ્યા છે!  મોટામાં મોટી વાત કે કોઈ પણ કામમાં શરમ અનુભવવી નહી!  ઘરના કામમાં બાદશાહ ગુલામ!

ત્યાર બાદ સૌને “વિન્ટર કોટ, વિન્ટર બૂટ અને વિન્ટર ગ્લ્વઝ” આપવામાં આવ્યા. ઓક્ટોબર મહિનાના અંતના એ દિવસો હતાં. અહીં કેનેડામાં વિન્ટર આવી રહ્યો હતો, પણ અમારા માટે તો ખરેખર વિન્ટર જ હતો.  યુગાન્ડાની સરખામણીમાં વતાવરણ ઘણું ઠંડુ હતું.  જિંદગીમાં પહેલી વાર વિન્ટર કોટ હાથમાં પકડ્યો હતો.  વેસ્ટર્ન મુવીઝમાં કાવબોઇઝને વિન્ટર કોટ પહેરીને શૂટ આઉટ કરતા જોયા હતાં.  આજે વટથી હું પણ ફિલ્મ એક્ટરની જેમ વિન્ટર કોટ, વિન્ટર બૂટ અને વિન્ટર ગ્લ્વઝ પહેરીને ઉભો હતો, કમી હતી ફ્ક્ત હેટની!

કેનેડામાંની છત્રછાયામાં ચાલીસ વર્ષ વીતી ગયા. કેનેડા અમારી કર્મભૂમિ, અમારા બાળકોની જન્મભૂમિ.  આજ ઠંડા પ્રદેશે અમને ગરમાવો બક્ષ્યો અને  હૂંફ આપી છે.  અમારો હાથ પકડીને અમને ઊભા કર્યા અને સમૃદ્ધ બનાવ્યા છે, સાથે સાથે  અમારા બાળકોને વિકાસક્ષમ બનાવ્યા છે.  આજ અમારો દેશ અને વતન છે.  સાચુ કહું તો કેનેડા જેવો બીજો દેશ દુનિયામાં ક્યાંય નથી!

યુગાન્ડા છોડીને આવનાર કેટલાક ભાઈ-બહેનોના મોઢે મેં એ સાંભળ્યું છે કે સારુ થયું ઇદી અમીને આપણને હાંકી કાઢ્યા, જેને લીધે આપણે અહીં આવી શક્યા અને આજે વધારે સમૃદ્ધ થઈ શક્યા!  થોડુ ઘણું તથ્ય આ વાતમાં છે, પરંતુ મારી જેમ સેંકડો લોકોએ મા, બાપ, ભાઈ બહેન, કુટુંબ કબીલાથી વિખૂટા પડીને ભારે કિંમત ચૂકવી છે એ પણ હકીકત છે.  આ વાતનો રંજ આજ દિન સુધી રહ્યો છે અને જિંદગીભર રહેશે.

પ્રવીણ દેસાઈ
Markham, Ontario CANADA

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અમૃત ઘાયલ

Posted in અનુભ​વો ગુજરાતીમાં | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

જાહેર નિવેદન – Announcement

આ બ્લોગ વિષે થોડી માહિતી – Sharing Your Experiences

મિત્રો,

માણસને મૂળિયા હોય છે માતૃભાષા અને માટીના. પોતાની માટીની એક મહેક હોય છે. આપણે સ્થળાંતર કરીને સ્થાયી ગમે તે દેશમાં થયા હોઈએ પણ વતન ઝુરાપો લગભગ એક સરખો. નવરાશમાં અતીતના સ્મરણો વાગોળવા ગમે. એકાંતમાં કડવા મીઠા ઉઝરડાના પોપડા ઉખાડવાનું પણ મન થાય. રીઅર વ્યૂ મિરરમાં મેમરી લેન પર સર્ફ કરવું સારુ લાગે.

નવી અપરિચિત ભૂમિ ઉપર પગ મૂકીએ એટલે શરૂઆતમાં પડવું, આખડવું પડે, રડવું રઝળવું પડે, પણ અંતે ઊભા જરૂર થવાય. દરેક નવા આવેલા વસાહતી પાસે એનો એક અજોડ, અદ્વિતીય, અનોખો અનુભવ હોય છે. Unique experience હોય છે. જો આપણે આ અનુભવને વાચા આપી શકીએ તો? વહેંચી શકીએ તો?

આપણા જેવા પહેલી પેઢીના વસાહતીઓ (First Generation Immigrants), કે જેઓ જીવનના મધ્યાહ કે ઉતરાર્ધના અંતે આવી પહોંચ્યા છે, જેમની પાસે અનુભવોનો ખજાનો ભર્યો પડ્યો છે. આપણી વાતો સાંભળવામાં, આપણી ઉમ્મરના લોકોને રસ છે જ, તેમજ બીજા નવા આવેલા લોકોને રસ પણ પડે!

હવે પ્રશ્ન એ થાય છે કે આવુ કરવાનું પ્રયોજન શું? આપણે બધા નિજાનંદ માટે, પોતાના આત્મસંતોષ માટે, આપણી વાતો બ્લોગ ઉપર મૂકી, એક્બીજાને વાંચી સંભળાવીએ, વહેંચીએ તો કેવું? કોને ખબર, ભવિષ્યમાં આપણી બીજી ત્રીજી પેઢી કદાચ આ વાંચે પણ! ઈન્ટરનેટના માધ્યમે મનુષ્યને એક જાતનું અમરત્વ બક્ષ્યું છે અને આપણને પણ સંતોષ થાય કે આપણે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શક્યા. અત્યારે દુનિયા છોડીએ, તો ફોટામાં ભીંતે ટીંગાઈ જઈએ – કદાચ ચંદનના હાર સહિત, જ્યારે આ રીતે આપણે World Wide Web ઉપર રાજ કરતા અસ્ત થઈએ!

આ વર્ષથી અમે Immigrant Experiences – વસાહતીની વાતો એ નામનો નવો બ્લોગ શરૂ કરી રહ્યા છે.

આપ ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દીમાં આપના અનુભવો લખીને નીચે જણાવેલ ઇ-મેલ એડ્રેસ ઉપર મોકલશો તો વારાફરતી આ બ્લોગ ઉપર પોસ્ટ કરીને આપણે એક્બીજાને વહેંચી શકીશું, માણી શકીશું.

આ વેબસાઇટનુ એડ્રેસ છે – https://immigrantexperiences.wordpress.com

ઇ-મેલ એડ્રેસ – kishorecanada1@gmail.com or shabdsetutoronto@gmail.com or kishore46@hotmail.com

આપના સૂચનો તેમ જ પ્રતિભાવ જરૂરથી જણાવશો.

કિશોર પટેલ
જાન્યુઆરી ૨૦૧૫.
Richmond Hill, Ontario CANADA

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન
બીતે હુએ દિન મેરે પ્યારે પલછીન – શૈલેન્દ્ર

Friends,

We as humanity are nothing but the progressive sum total of the experiences of our ancestors; starting with the taste of the first apple to the joy of the first wheel to the pride of the first international space station, where the humanity work together to explore the cosmos leaving behind ignorant barbaric bickering.

Our heritage has several components; our material inheritance which we call પૃથ્વીલોક, our emotional heritage which we call ચંદ્રલોક, our intellectual inheritance which we call પિતૃલોક or સૂર્યલોક and our spiritual inheritance which we call બ્રહ્મલોક.

As material heritage we pass on inheritance of finance, costumes, cuisines etc., As emotional heritage we pass on inheritance of art, music, dance etc., As intellectual heritage we pass on inheritance of literature, science, ideology etc., And at spiritual level we pass on our quest of eternal freedom and joy that is not suffocated by the walls of organized religions.

Driven by our primitive human instinct we tend to preserve what we inherit, but we are also motivated to further enrich and pass on our inheritance by interacting with our given surroundings at all four levels. As the first generation of immigrants, we ventured to leave behind our motherland to adopt another one, where we were foreigners and strangers. Our initial experiences were quite shocking, but we were fortunate to live and work with people from all walks of life. We were enriched with the fusion of multicultural experiences, views and outlook towards life.

In a way we as the first generation of immigrants may have been, knowingly or unknowingly, the catalyst of the accelerated humanity. Over the years we must have have captured and treasured our invaluable experiences that must be passed on to the future generations of any culture, not just ours, for then to learn from and pass on along with theirs.

In my personal humble opinion I believe that those of us who want to pass on their invaluable hard earned personal experiences, must share them in this blog.

Amrish Patel
January 2015
Ottawa, Ontario CANADA

Friends,

When we hear of acts of generosity by the wealthy or celebrities, we immediately think of them of being fortunate enough to be able to perform such acts. Fair enough. But how many of, as new immigrants, ever spend a moment and realize that perhaps each of us has the capacity to do something for the society we live in. This is true for any country we have chosen to live in. What can be our contribution to our new adopted homeland? Well, think of what you went through since the day you started your journey from the country you left behind. You have wealth of experiences you have acquired along the journey.

Every immigrant will have a closet full of events that he or she can share. It can be something about your first flight to your new homeland, how you felt when you landed, evaluation of your credentials, searching for the relative who you counted on, searching for a place to stay, hunting for a job, emotional longing for the memories of back home; the list can have no end.

How can this be of value to our fellow citizens? Knowingly or unknowingly, the events we went through moulded each of us into what we are today. There can be no price tag on our experiences. When we look back to the beginning years as new immigrants we certainly get that special feeling of joy. There can be no denial of it.

So why not share our individual stories with others so we can all perhaps learn from one another. Also our future generation will envy us for our endeavour and initiative here.

To the reader of this note, please do a big favor to yourself and others by sharing some experience of yours on this blog. You have the ability to that.

Pravin Desai
January 2015.
Markham, Ontario CANADA

e-mail your experiences to
kishorecanada1@gmail.com or shabdsetutoronto@gmail.com or kishore46@hotmail.com

Posted in જાહેર નિવેદન-Announcement | Tagged , , , , , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ